માળીયાના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા ગટગટાવી
માળીયા: માળિયા તાલુકાના કાજરડા ગામે પોતાના ખેતરે યુવતી ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના કાજરડા ગામે રહેતા રેશમાબેન કાદરભાઈ મોવર (ઉ.વ.૧૯ વર્ષ) ગત તા.૦૭-૧૧-૨૦૨૨ ના રોજ બપોરના અગીયારેક વાગ્યે પોતાના રાખોડીયા વાળા ખેતરે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેના ભાઈ હનીફભાઇ કાદરભાઈ મોવર માળિયા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.