મોરબીના નીચી માંડલ ગામે યુવાને ગળાફાંસો ખાઈ જીંદગી ટુકાવી
મોરબી: મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ વ્હીલ સ્ટોન રબર કંપનીની મજુર ઓરોડીમા યુવાન ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ વ્હીલ સ્ટોન રબર કંપનીની મજુર ઓરોડીમા રેહતા સત્વીન્દ્રસિહ બલવીરસિહ (ઉ.વ.૩૩) નામના યુવાને ગત તા.૦૮-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે વ્હીલ સ્ટોન રબર કંપનીની મજુર ઓરોડીમા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.