મોરબીમાં બનેલી દર્દનાક ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી જિલ્લામાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી રહી છે.
ત્યારે મોરબી- પંચાસર રોડ ધર્મ સિધ્ધિ સોસાયટી મિત્ર મંડળ દ્વારા ઝુલતા પુલ તુટવાની દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે તા.૦૮-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ રાત્રે સુંદરકાંડ પાઠ રાખેલ હતો.
જેમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
