મોરબીમાં ઘુનડા ચોકડી નજીકથી ચોરી કરેલ બાઈક સાથે ચોર ઝડપાયો
મોરબી: મોરબી રવાપર ચોકડી નજીકથી ચોરી કરેલ મોટરસાયકલ ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકનાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર નાઓએ મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ અટકાવવા જરૂરી સુચના/માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ચુંટણીલક્ષી કામગીરી અંગે ઘુનડા ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા હોય દરમ્યાન મોરબી રવાપર ચોકડી તરફથી સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર એક ઇસમ આવતા તેને રોકી તેનુ નામ સરનામું પુછતા પોતે પોતાનું નામ ઈશ્વરભાઇ સોડાભાઇ ગીયોડ રહે.રવાપર ઘુનડા રોડ મોરબી મૂળ, નવા વજાપુર તા.ભાભર જી.બનાસકાંઠા વાળા પાસે વાહન અંગે કાગળો માંગતા પોતાની પાસે ના હોય જેથી ઈસમ પાસે રહેલ સ્પલેન્ડર મોટરસાયકલ ને પોલીસે એ પોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરી જોતા મોટરસાયકલ અન્ય વ્યક્તિના નામે હોય અને સદર સ્પલેન્ડર મોટરસાયકલ અરવલ્લી જીલ્લાના બાયડ પોલીસ સ્ટેશનના એ પાર્ટ ઇ.પી.કો. કલમ-૩૭૯ મૂજબના કામે ચોરીમાં ગયેલ મોટરસાયકલ હોય તેમજ ઈસમે મોટર સાયકલ ચોરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી ઈશ્વરભાઈ સોડાભાઈ ગીયોડ પાસેને એક મોટરસાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- ના ચોરીના મુદામાલ સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
