મોરબીમાં જુદીજુદી જગ્યાએથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા
મોરબી: મોરબીમાં વાવાડી ચોકડી પાસે અને કુબેર ટોકિઝ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઇસમોને મોરબી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી ચોકડી નજીકથી આરોપી દેવેન્દ્ર સિંહ વિક્રમસિંહ વાઘેલા તથા અશોકભાઈ જસમતભાઈ ઠોરીયા રહે બંને બગથડા તા.જી. મોરબી વાળાએ પોતાના કબ્જા વાળા જ્યુપીટર મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે -૩૬-જે-૨૩૦૧ કિં રૂ.૩૦,૦૦૦ વાળાની ડેકીમાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૩૭૫ મળી કુલ કિં રૂ ૩૦,૩૭૫ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં મોરબીમાં કુબેર ટોકિઝની બાજુમાં જાહેર રોડ પરથી આરોપી રીન્કેશકુમાર સોમાભાઇ પટેલ રહે. કલેકટર ઓફિસ પાછળ મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૮૨૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.