હળવદના રાણેકપર ગામે દિકરાને ધંધામાં ખોટ આવતા પીતાએ ઝેરી દવા ગટગટાવી
હળવદ: હળવદ તાલુકાના રાણેકપર ગામે દિકરાને ધંધામાં ખોટ આવતા પીતાએ પોતાની વાડીએ ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ સાનીધ્ય બંગલોઝ, રાણેકપર રોડ તા. હળવદમાં રહેતા અમૃતભાઈ માધવજીભાઈ મારવણીયા (ઉ.વ.૬૫)એ ગત તા.૦૯-૧૧-૨૦૨૨ ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં દિકરાને ધંધામાં ખોટ આવેલ હોય જેથી ટેન્શનમાં આવી ગયેલ હોય અને સહન કરી શકેલ ના હોય જેથી રાણેકપર ગામે પોતાની વાડીએ પોતાની જાતે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.