ટંકારામાં ખુનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો
મોરબી: ટંકારા પોલીસ સ્ટેશનના ખુનના ગુનાનો છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબીનાઓ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આગામી વિધાનસભા ચુંટણી અંતર્ગત નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને ટંકરા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ઇ.પી.કો.કલમ- ૩૦૨,૧૨૦બી,૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),(એ),૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના કામે નાસતા ફરતા આરોપી બાબતે અમો ટંકારા પોલીસ સ્ટાફ સાથે મળી ટંકારા પોલીસ સ્ટેશનના ખુનના ગુનાનો આરોપી મનિષ સોનાસિગ યાદવ ઉ.વ.૧૯ ધંધો ખેતી રહે અંત્યતકાપુડા તા. મિહોના જી. ભીંડ એમ.પી વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામા આવેલ છે.