મોરબીમાં પૂલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ દિવંગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો
મોરબી: ગત તારીખ 30 ના રોજ મોરબીમાં બનેલ ગોઝારી પુલ દુર્ઘટના મા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ તમામ દિવંગતોના આત્માના શાંતિ અર્થે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના બાપા સીતારામ ચોકમાં આવેલ નરસંગ મંદિર માં મોરબી તાલુકા બ્રહ્મા સમાજના પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ, ઉપપ્રમુખ હાર્દિકભાઈ વ્યાસ તેમજ મહામંત્રી હરીશભાઈ પંડ્યા અને નિમિષભાઈ તિલાવત સહિતના ભૂદેવો દ્વારા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ દિવંગગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ હોમાત્મક પદાર્થોથી આહુતિઓ આપીને દિવંગત આત્માઓના શાંતિ અર્થે યજ્ઞ કરવામાં આવ્યો છે. તેમજ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.