મોરબી: વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે દરેક પક્ષ પોતાની પાર્ટીને જીતવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હળવદ શહેરમાં આવેલ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કાર્યાલય ખાતે હળવદ નગરપાલિકાના ભાજપના સદસ્ય તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને બહુજન સમાજ પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
વિધાનસભાની ચુંટણીનો પ્રચાર અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હળવદ ભાજપમાં કોંગ્રેસ દ્વારા વધુ એક વખત ભંગાણ પાડવામાં આવ્યું છે આજે હળવદ નગરપાલિકાના પુર્વ પ્રમુખ તેમજ આગાઉ ઉપ પ્રમુખની જવાબદારી સંભાળી ચુકેલ તથા હંમેશા સામાજીક કાર્યોમા આગળ રહેતા અને યુવા આગેવાન જયેશભાઇ પટેલ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જયેશ પટેલ દ્વારા ઘણા લોકોના કામો કરેલ હમેશા લોકોની વચ્ચે રહીને કાર્ય કરેલ છતા પણ ભાજપમાં અવગણના થતી હોવાથી તેમને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જયેશભાઇ એ જણાવ્યું હતું કે વ્યક્તિએ સેન્સ પણ ન આપી હોય તેવા પેરાશૂટ ઉમેદવારને અહીં મૂકવામાં આવ્યા છે જેથી તેઓને આ વિસ્તારના કેટલા ગામડાઓ છે તે પણ ખબર નથી.? સાથે જ જો બહારથી જ ઉમેદવારો મૂકવામાં આવે તો અમારા જેવા અનેક કાર્યકર્તાઓને માત્ર ખુરશીઓ જ સાફ કરવાની પાથરણા જ પાથરવાના આવા અનેક સવાલો ઉઠાવ્યા હતા.
જયેશ પટેલની સાથે બહુજન સમાજ પાર્ટીમાંથી ઇશ્વરભાઇ પરમાર, ડાયાભાઇ, એન.ડી. સોલકી સહીત આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી સંગઠન મંત્રી રમેશભાઈ, મોહનભાઇ સહિત કાર્યકર્તાઓએ કોંગ્રેસનો કેસ પહેર્યો હતો તેમજ ડુંગરપુરના ઉપસરપંચ કાળુભાઈ,શક્તિસિંહ રાજપુત, નાનજીભાઈ ઠાકોર,ધીરૂભાઇ, ધનજીભાઈ, નિલેશભાઈ, મહિપતભાઈ, સહિતનાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા,જ્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના કનુભાઈ રાજપુત પણ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા,શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ મુન્નાભાઈ પંચોલી, વિપક્ષ નેતા દિનેશભાઈ મકવાણા, મહિપાલ સિંહ રાણા, ગોપાલભાઈ ભરવાડ , હિમાંશુ મહેતા , અશોકભાઈ અઘારા, કિશનભાઇ પોરડીયા સહિત કોંગ્રેસના આગેવાનોએ આવકાર્યા હતા.
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં આધેડની ટ્રક ઉભી હોય તેના પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરના ઘા મારતાં હોય જેથી આધેડે તેને શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી ટ્રકમાં નુકસાની કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની...