ટંકારાના ઉમીયાનગર ગામે ટ્રેક્ટરને અચાનક બ્રેક મારતાં પંખા પરથી નીચે પટકાતા એક વ્યક્તિનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના ઉમીયાનગર ગામની સીમમાં ટ્રેક્ટરને અચાનક બ્રેક મારતાં પંખા ઉપર બેઠેલ વ્યક્તિ નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ રહે. ટંકારાના ઉમીયાનગર ગામે હાલ રહે. શનાળા ભગડામામા વાળી શેરી મકનભાઈ નથુભાઈ ના મકાનમાં તા.જી. મોરબી વાળા અરજણભાઇ સવજીભાઈ બોરસાણીયા (ઉ.વ.૬૦)એ આરોપી એચ.એમ.ટી. ટ્રેક્ટર રજીસ્ટર નંબર- GJ-09-B- 5498 ના ચાલક દુર્લભજીભાઈ રામજીભાઇ રહે. ઉમિયાનગર તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૧૧-૨૦૨૨ ના આશરે સાંજના છ વાગ્યાના અરસામાં આરોપી પોતાના હવાલા વાળુ એચ.એમ.ટી ટ્રેકટર રજીસ્ટર નંબર GJ-09-B-5498 વાળુ પુરઝડપે બેફિકરાઇથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ટ્રેકટર ને ઢાર ઉતારવા જતા અચાનક ટ્રકેટરમાં બ્રેક મારતા ટ્રેકટરના જમણા પંખા ઉપર બેઠેલ રમશેભાઇ સવજીભાઇને નીચે અકસ્તામે ખેતરના ઢારીયાની કડ ઉપર પાડી દેતા છાતી તથા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અરજણભાઇ એ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.