મોરબીમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઇસમ ઝડપાયો
મોરબી- મોરબી અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ મોરબી ટ્રાન્સપોટની બાજુમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા એક ઇસમને રોકડા રૂ.૧૫૪૩૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન -જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા
તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી અયોધ્યાપુરી રોડ, મોરબી ટ્રાન્સપોટર્ની બાજુમાં જાહેરમાં રસીદ જુમાભાઇ ચૌહાણ/સીપાહી રહે.મોરબી મચ્છીપીઠ ગેબનશાપીરની દરગાહની બાજુમાં વાળો વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતો હોય જેને રોકડા રૂપિયા ૧૫૪૩૦/- તથા વર્લી સાહિત્ય સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.