હળવદના ચાડધ્રા નજીક બ્રાહ્મણી નદીમાંથી 7.15 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ
હળવદ: હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીની માહિતી મળતા ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી હતી જેમાં ૨,૧૧,૪૮૨.૧૧ મેટ્રિક ટન સાદી રેતીનું ખનન કરી રેતીચોરી કરવામાં આવી રહી હોય જેથી ટીમે ૭.૧૫ કરોડની કિમતની ખનીજ ચોરી બાબતે આરોપી લોડર મશીન તથા ટાટા કંપનીનું એક્ઝવેટર મશીનના માલીક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી ખાણ ખનીજ કચેરીના માઈન્સ સુપરવાઈઝર જી કે ચંદારાણાએ આરોપી લોડર મશીન GJ-36 -S-2941 ના માલિક, ટાટા કંપનીનું એક્ઝવેટર મશીન GJ-10-AM-8310 ના માલિક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૧-૨૦૨૨ થી ૨૫-૧૧-૨૦૨૨ દરમ્યાન આરોપીઓ ચાડધ્રા ગામની સીમમંથી બ્રાહ્મણી નદીનાં પટમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન તથા વહન તથા નદીનાં પટમાંથી કુલ ૨૧૧૪૮૨.૧૧ મેટ્રીક ટન સાદીરેતી ખનીજનુ બીન.અધિક્રુત રીતે ખોદકામ તથા તેની ચોરી કરવામાં આવી રહી હતી. ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી ખનીજચોરી અટકાવી હતી આરોપીઓ સ્થળ પરથી નાશી છુટતા ખાણ ખનીજ કચેરીના માઈન્સ સુપરવાઈઝર જી કે ચંદારાણાએ આરોપી લોડર મશીન GJ-36 -S-2941 ના માલિક, ટાટા કંપનીનું એક્ઝવેટર મશીન GJ-10-AM-8310 ના માલિક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શ નઓફ ઇલ્લી ગલ માઇનીંગ, ટ્રાન્સ પોર્ટેશન એન્ડન સ્ટોંરેજ) રૂલ્સથ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ ૧ થી ૬ તથા જી.એમ.એમ.સી. આર -2017 ના નિયમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
