ટંકારામાં તીરૂપતી એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાંથી 8.21 લાખાના ઝીરાની ચોરી કરી આરોપીઓ ફરાર
ટંકારા: ટંકારામાં આવેલ તીરૂપતી એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાંથી ૬૮ કટા જીરાના જેની કિં.રૂ. ૮,૧૬,૦૦૦ તથા એક ઈલેક્ટ્રીક કાટો જેની કિં.રૂ.૫૦૦૦ મળ કુલ કિં રૂ.૮,૨૧,૦૦૦ ની ચોરી કરી તસ્કરો નાશી છુટયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વેપારીએ આરોપી અજાણ્યા ત્રણ થી ચાર ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી રોડ રાજકોટ શિવધારા રેસડંસીમા રહેતા પ્રવિણભાઇ મોહનભાઈ અણદાણી (ઉ.વ.૫૭) એ આરોપી અજાણ્યા ત્રણ થી ચાર ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૧૧-૨૦૨૨ થી ૨૬-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીની તિરૂપતી એંટરપ્રાઈઝ ગોડાઉનમા મોડી રાત્રીના કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ગોડાઉનનુ શટર તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ગોડાઉનમા રાખેલ ઝીરા ના કટ્ટા નંગ ૬૮ જેની કિ રૂ ૮૧૬૦૦૦/- તથા એક ઇલેકટ્રીક વજન કાંટો જેની કિ રૂ ૫૦૦૦/- મળી કુલ કિં રૂ. ૮૨૧૦૦૦/- ના મુદ્દામાલની અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વેપારી પ્રવિણભાઈએ અજાણ્યા ત્રણ થી ચાર ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.