મોરબીના મકનસર ગામે બેન્ક લોનના હપ્તા ભરવાનું કહેતા સારું ન લાગતા મહીલા પર બે શખ્સોનો કુહાડી વડે હુમલો
મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે એચડીએફસી બેન્કમાંથી લોન લીધેલ હોય અને હપ્તા આરોપીને આપતા હોય છતાં આરોપી હપ્તા ન ભરતા આરોપીને મહીલાએ હપ્તા ભરવાનું કહેતા સારું ન લાગતા બે શખ્સોએ લાકડી અને કુહાડી વડે મહીલાપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મહીલાએ બંને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા કિરણબેન અમૃતભાઈ જંજવાડીયા (ઉ.વ.૩૦) એ તેમના જ ગામના આરોપી દિલીપભાઈ ગંગારામભાઈ મકવાણા તથા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૧-૨૦૨૨ ના રોજ સાંજના પાંચેક વાગ્યા વખતે ફરીયાદીએ આ કામના આરોપી દિલીપભાઈ મારફતે HDFC બેન્ક મોરબી ખાતેથી રૂ. ૨૫,૦૦૦/- ની લોન લીધેલ હોય જે લોનના હપ્તા ફરીયાદી આરોપી દિલીપભાઈને આપતા હોય અને તે બેન્કમા ભરતો ન હોય જેથી ફરીયાદીએ તેને લોનના હપ્તા ભરી દેવાનુ કહેતા તેને સારૂ નહી લાગતા બન્ને આરોપીઓ આવી ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી દિલીપભાઈએ લાકડી વડે બંને હાથમા માર મારી ડાબા હાથમા ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા જમણા હાથમા મુંઢ ઇજા કરી તથા આરોપી ગંગારામભાઈએ માથામા ઉંધી કુહાડીનો ઘા મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે કિરણબેને બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.