મોરબીના લાલપર ગામ નજીક રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાં લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટમાં આરોપીઓના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયા છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતિ પુર્ણ રીતે થાય તે અનુસંધાને તેમજ નાર્કોટીક્સના નશાયુક્ત ગેર કાયદેસર પ્રવૃતિઓને સદંતર નાબુદ કરવા સુચના કરેલ જે અનવ્યે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય
તે અન્વયે પોલીસને બાતમી મળેલ કે, અમીત શ્રીશીશુ તીવારી તથા વિનોદરાય મનોજરાય યાદવ તથા વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રા રહે બધા લાલપર અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક નં-૧૦૧ તા.જી.મોરબી વાળા પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. જે મળેલ બાતમી આધારે સદરહુ જગ્યાએ જઇ રેઇડ કરતા ત્રણે ઇસમોને ગાજોનો જથ્થો ૬ કિલો ૧૨૧ ગ્રામ કિ.રૂ. ૬૧,૨૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૫૦૦/- સાથે મળી કુલ કિંમત રૂપીયા રૂ.૭૬,૩૧૦/ મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આરોપીઓ તથા મુદ્દામાલ સોપી આપવામાં આવેલ છે.