ધાંગધ્રા-હળવદ હાઈવે પર ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટર પલટી મારી જતાં લારી નીચે દબાઈ જતા યુવાનનું મોત
હળવદ: ધાંગધ્રા હળવદ હાઇવે પર શક્તિનગર ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેક્ટરની લારી નીચે દબાઈ જતા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા અશ્વિનભાઈ હરજીવનભાઈ લકુમ (ઉ.વ.૩૯) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર- GJ-27-TT -8708 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ આશરે સાંજના પાંચેક વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક રજીસ્ટર નં- GJ-27-TT-8708 નો પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીનુ ટ્રેકટર નંબર GJ-13-NN-1638 વાળુ સાહેદો લઈ ને જતા હોય તે ટ્રેકટરને પાછળથી ટકર મારતા ટ્રેકટર પલ્ટી ખાઇ જતા ટ્રેકટરની લારીમાં બેઠેલ ઝોરીયાભાઇ નારાયણભાઇ ધાણુક ઉ.વ.૧૮ વાળા ટ્રેકટરની લારી નીચે દબાઇ જતા માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતા મરણ જતા તેમજ લારીમાં બેઠેલ પુનાભાઇને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ કરી તથા ટ્રેકટરચાલક કમલેશભાઇને શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે અશ્વિનભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ.૨૭૯,૩૩૭,૩૩૮૩૦૪ (અ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.