માળીયા-હળવદ હાઈવે પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત; એક ઈજાગ્રસ્ત
મોરબી: માળિયા-હળવદ હાઈવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કાનજીભાઇ રાજાભાઈ સાથલીયા (ઉ.વ.૬૫) એ આરોપી ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નં-GJ-36-F-081 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૧૨-૨૦૨૨ બપોરના અઢીએક વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલા વાળી ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર- GJ-36-F-0801 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જંદગી જોખમાય તે રીતે ચલાવી મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-03-EJ-5122 વાળાને પાછળથી ટકકર મારી મોટરસાયકલ ચાલક સામતભાઇ નોંઘાભાઇ ભરવાડ ઉ.વ.૭૦, નાઓનેશરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું તથા પાછળ બેસેલ ફરીયાદી કાનજીભાઇને ડાબી આંખ ઉપર તથા બંને હાથે તથા છાતીના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે કાનજીભાઇ એ આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ.૨૭૯,૩૩૭,૩૩૮, ૩૦૪ (અ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.