ટંકારામાં GSTના દરોડા; રેકઝીનના બે ઉત્પાદકોને ત્યાં પાડયા દરોડા, 40 લાખની કરચોરી ઝડપાઇ
ટંકારા: ટંકારામાં રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો પર રાજકોટ CGSTની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ. ૪૦ લાખની GST ચોરી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હેડકવાર્ટર પ્રિવેન્ટીવ સુપ્રિ. રાજેન્દ્ર મીના, જેડી પરમાર, પુરોહિત અને ઈન્સપેકટરોના કાફલાએ ટંકારામાં આવેલ સ્વીઝર પોલી પ્લાસ્ટ અને શાલદીપ કોટીંગ નામના બે યુનિટો પર ડેટાની એનાલીસીસ કર્યા બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને ડોકયુમેન્ટની ચકાસણી હાથ ધરવામા આવતા રૂ.૪૦ લાખની ચોરી બહાર આવી હતી. આ બંને યુનિટો દ્વારા અંડર ઈન્વોઈસ અને બીલ વગર તૈયાર માલનું વેચાણ કરવામા આવતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.આથી બંને યુનિટો પાસેથી રીકવરીની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.