મોરબી: મોરબીના વરીયાનગરમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વરિયાનગરમાં રહેતા આરોપી સંદીપ બેચરભાઈ ચાઉના મકાનમાંથી આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ અને અશોક દલાભાઈ રાઠોડને હન્ડ્રેડ પાઈપર બ્રાન્ડ વિદેશી દારૂની ૧૬ બોટલ કિંમત રૂપિયા ૨૦,૪૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
