મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાં મોબાઈલ ચોરી કરનાર ઈસમ પકડાયો
મોરબી: મોરબી જીલ્લામાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રાત્રી દરમ્યાન મોબાઇલ ચોરી કરનાર એક ઇસમને ચોરેલ મોબાઇલ ફોન સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે મોરબી તાલુકાના જેતપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ નજીક આવેલ માર્કેટ પાસેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રાત્રી દરમ્યાન મોબાઇલ ચોરી કરનાર આરોપી સુગ્રીવકુમાર ગોકલભાઇને કુલ મોબાઇલ કોન નંગ-૦૨ કુલ કિંમત રૂ. ૨૫,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો છે.