મોરબીમાં રહેતી યુવતી સાથે હિન્દુ નામ ધારણ કરી દુષ્કર્મ આચરતાં વિધર્મી ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોધાઈ
મોરબી: મોરબી શહેરમાં રહેતી એક યુવતીને ફસાવી હિન્દુ નામ ધારણ કરી વિધર્મી ઈસમ વારંવાર દુષ્કર્મ આચરતો હોવાની ફરીયાદ નોંધાઈ છે. આ બાબતે એ ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતી એક ૨૦ વર્ષીય યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આસિફ મામદ ભાઈ મકરાણી નામના વિધર્મી ઈસમે તેની સાથે નામ બદલી હિન્દુ નામ ધારણ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું છે થોડા સમય પેહલાં આ યુવક સાથે મિત્રતા બંધાઈ હતી અને ત્યારે આશિફે તેનું નામ અશોક બાબુભાઈ હોવાનું જણાવ્યું હતું ત્યારે અશોક સમજીને તેની સાથે મિત્રતા કેળવીને યુવતીને મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં લઈ જઈ ને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહે તો યુવતી અને તેના પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં જાણવા મળ્યું કે તેનું સાચું નામ આસિફ છે. બાદમાં આ શખ્સે કામના સ્થળે આવી ધમકાવીને ધરાર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. ત્યારપછી મિત્ર તરફથી હિંમત મળતા આ બાબતે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી દુષ્કર્મ વખતે યુવતી સગીર હોય આસિફ નામના શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.