Sunday, August 3, 2025

હળવદના ચરાડવા ગામે મહીલાને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડીમાં ફુવારાનુ પાણી ઉડતું હોય તે બંધ કરવાનું કહેતા સારું ન લાગતા આધેડ વયની મહિલાને ચાર શખ્સોએ ધોકા વડે મારમારી હોવાની ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

 

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા કંચનબેન ગણેશભાઈ જાદવ (ઉ.વ.૫૦) એ આરોપી નારાયણભાઇ કરમશીભાઇ દલવાડી તથા ધર્મેન્દ્રભાઇ કરમશીભાઇ દલવાડી તથા અમ્રુતભાઇ નારાયણભાઇ દલવાડી તથા દીલીપભાઇ ઇશ્વરભાઇ દલવાડી રહે.બધા ચરાડવા તા-હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના સવા ચાર થી સાડા ચાર વાગ્યા દરમ્યાન ફરિયાદીની વાડીમા આ કામના આરોપીના ફુવારાનુ પાણી ઉડતુ હોય જે પાણી બંધ કરવાનુ કહેતા આરોપીઓને સારૂ ના લાગતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી આરોપી ધર્મેન્દ્રભાઇએ લાકડાના ધોકાથી ફરીયાદી તથા સાહેદ ગણેશભાઇને લાકડાના ધોકાથી માર મારી મુઢ ઇજાઓ પહોંચાડી હોવાની ભોગ બનનાર કંચનબેને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર