નાતાલની સમગ્ર વિશ્વમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવામાં આવે છે.
મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા 25 ડિસેમ્બરે નાતાલ પર્વની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાની પહેલ કરવામાં આવી છે. જેમાં તુલસીના છોડનું દરેક ઘરમાં વર્ષોથી પૂજન કરાતું હોય સ્કૂલના વિદ્યાર્થીઓમાં તુલસીનું પૂજન અને એના મહત્વ વિશે સમજણ આપવા માટે સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા 25 ડિસેમ્બરે નાતાલ પર્વ પર તુલસીની આરતી કરી પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
