Thursday, August 21, 2025

ભાજપ અગ્રણી અજય લોરીયાને સાંકળતા પતિ-પત્નીના ઝઘડા પ્રકરણમાં પતિ બાદ હવે પત્નીનો વિડીયો વાયરલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ચકચારી બનેલા પતિ પત્નીના ઝઘડામાં ભાજપ અગ્રણી અજય લોરીયા ના નામનો ઉલ્લેખ તથા મામલો ટોક ઓફ થી ટાઉન બન્યો છે માર મારવાની ઘટનાની પત્ની દ્વારા પોલીસ ફરિયાદ બાદ પતિએ સોશિયલ મીડિયામાં કથિત વિડીયો વાયરલ કર્યા બાદ હવે પત્નીએ પણ એક વિડીયો બહાર પાડી પોતાનો પક્ષ મૂક્યો છે તેમજ પતિ પર આક્ષેપ કરી પતિ ની વાતો જુઠ્ઠી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે.

 

 

મોરબીમાં ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં થોડા દિવસ પહેલા પતિ નીરજ રાજપરાએ તેમની પત્ની શ્રદ્ધા રાજપરા ને ચારિત્ર પર શંકા રાખી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધા રાજપરા એ આક્ષેપ કર્યો હતો કે તેના પતિ એ ભાજપ અગ્રણી અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરી માર માર્યો હતો ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમ્યાન માર મારવાની ઘટના અનુસંધાને પતિ નિરજ રાજપરાએ એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં મુકતા પોતાનો પક્ષ રજૂ કરી તેમની પાસે પણ પત્ની શ્રદ્ધા રાજપરા અંગેના કેટલાક સબળ આધાર પુરાવા હોવાનું અને સમય આવીયે એ જાહેર કરવા અંગે વિડીયો વાયરલ કરતા આ કિસ્સો હાલ શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે

દરમિયાન પતિ દ્વારા કથિત વિડીયો વાયરલ કરાયા બાદ શ્રદ્ધા રાજપરા એ પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં બહાર પાડી પોતાનો પક્ષ રજૂ કર્યો છે આ વીડિયોમાં શ્રદ્ધા રાજપરા અને કિસ્સામાં જેમનું નામ ચમક્યું છે તે ભાજપ અગ્રણી અજય લોરીયા ની પત્ની સાથે દેખાય છે વીડિયોમાં શ્રદ્ધા રાજપરાએ અજય લોરીયા અને તેમના પત્ની સાથે ધંધાકીય તેમજ પારિવારિક સંબંધો હોવાનો ઉલ્લેખ કર્યાની સાથે સાથે તેમના પતિ નીરજ રાજપરા છેલ્લા ૧૩ વર્ષથી કામકાજ ધંધો નહીં કરતા હોવાનું અને તેમની સાથે મારકુટ કરતા હોવાના આક્ષેપ કર્યા છે તેમ જ તેમને બદનામ કરવામાં આવી રહી છે ભાજપ અગ્રણી અજય લોરીયા સાથે તેમને કોઈ આડા સંબંધ નહીં હોવાનું અને ચારિત્ર બાબતમાં આક્ષેપો તદ્દન જુઠા હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કરાયો છે હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ભારે ચકચાર મચાવી રહ્યો હોય.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર