મોરબી: મોરબી તાલુકાના મધુપુર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી વિદ્યુતનગર મકાન નં -૪૪ માં રહેતા અને મૂળ મોરબી તાલુકાના મધુપુર ગામે રહેતા કુલદીપસિંહ વિભાજી જાડેજા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૦ કિં રૂ.૫૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...
મોરબી શહેરમાં માતેલા સાંઢની જેમ ટ્રકો દોડી રહી છે ત્યારે સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ રોડ સરસ્વતી સોસાયટીમાં ૦૧ ની સામે રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ...