હળવદના ટીકર ગામે યુવાનને ચાર શખ્સોએ લાકડી તથા ધોકા વડે ફટકાર્યો
હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામે ગ્રામ પંચાયત પાસે યુવાનને ચાર શખ્સોએ લાકડી તથા ધોકા વડે મારમાર્યો હોવાની ભોગ બનનારે યુવાને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે રહેતા દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) એ આરોપી રાજેશભાઈ બાલાભાઈ એરવાડીયા, મહેશભાઈ ઈશ્વરભાઈ દેથરીયા, અલ્પેશભાઇ હીરજીભાઈ ગોઠી, હેંમાશુભાઈ શાંતીલાલ એરવાડીયા રહે. બધા ટીકર (રણ) ગામ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૧-૨૦૨૩ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં ફરીયાદી પંચાયત ઓફીસ પાસે બેઠો હતો ત્યારે આ કામના આરોપીઓ એક સંપ કરીને ફરીયાદીને લાકડી તથા ધોકા વડે હાથ પગ તથા માથાના ભાગે તેમજ ઢીકા પાટુનો મુંઢ માર મારી ભુડા બોલી ગાળો આપી તેમજ સાહેદ બહેનને લાફા મારી પાટા મારી માર્યો હોવાની ભોગ બનનાર દિલીપભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.