ટંકારાના જુના હડમતીયા રોડ પર આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારાના જુના હડમતીયા રોડ પર જમીન માપવા બાબતે આધેડને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર આધેડે ત્રણ શખ્સોએ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા ત્રણ હાટડીશેરી માં રહેતા મહેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દુબરીયા (ઉ.વ.૪૨) એ આરોપી શશીકાંતભાઈ રામજીભાઇ દુબરીયા, હિતેશભાઈ રામજીભાઇ દુબરીયા, વાસુદેવભાઇ અશોકભાઈ દુબરીયા રહે. ત્રણે ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૧-૨૦૨૩ ના રોજ સવારના આશરે નવેક વાગ્યાના સુમારે ફરીયાદી પોતાના પિતાજીના નામની જમીન માપવા ગયેલ હોય અને તે વખતે આ કામના ત્રણેય આરોપીઓ આવી ફરીને જેમફાવે તેમ બોલી ગાળો આપી આરોપી નંબર- ૦૨ તથા ૦૩ નાઓએ ઢીકાપાટુનો માર મારી તથા આરોપી નં-૦૧ નાઓએ ફરીયાદીને માથાના ભાગે એક લાકડીનો ધા મારતા માથામા ફુટ કરી ઇજા કરી તેમજ ઉપરોકત ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મહેન્દ્રભાઈ એ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.