મોરબીમાં વીસી પરા મેઈન રોડ પરથી એક દેશી પીસ્તોલ તથા એક કાર્ટીઝ સાથે ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીમાં વીસી પરા મેઈન રોડ ગર્લસ હાઈસ્કૂલની દિવાલ પાસે રોડ પરથી એક દેશી પીસ્તોલ તથા એક કાર્ટીઝ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વીસી પરા મેઈન રોડ ગર્લસ હાઈસ્કૂલની દિવાલ પાસે રોડ પરથી આરોપી અહેમદભાઈ જુશબભાઈ કટીયા (ઉ.વ.૩૫) રહે. મોરબી અયોધ્યાપુરી રોડ મચ્છુ માતાની જગ્યાની સામે જુની પાણીની ટાંકીવાળી શેરી તા. મોરબી વાળાને દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ કિં રૂ.૧૦,૦૦૦ તથા કાર્ટીઝ નંગ -૧ કિં રૂ.૧૦૦ સાથે મળી કુલ કિં રૂ.૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.