મોરબીના ગાંધી ચોક નજીક ચકલા પોપટનો જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી: મોરબીના ગાંધી ચોક નજીક ભંગાર વાળાની લારી પાસે ચકલા પોપટનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગાંધી ચોક નજીક ભંગાર વાળાની લારી પાસે ચકલા પોપટનો જુગાર રમતા મોસીનભાઈ રહીમભાઈ દલ જાતે ઉ.વ.૩૦, હુશૈનભાઈ જુમાભાઈ કાણીયા ઉ.વ.૨૪ રહે બંને વીશીપરા મોરબી, દલાભાઈ રામાભાઈ મારવાડી ઉ.વ. ૫૫ રહે રફાળીયા ગામ પચીસ વારીયા તા.જી.મોરબી, સાગરભાઈ રજનીકાંતભાઈ સુખડીયા ઉ.વ.૩૧ રહે સોની બજાર દરીયાલાલ મંદીર વાળી શેરી મોરબી વાળાને રોકડ રકમ રૂ.૩૨૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.