મોરબીમાં 18 જાન્યુઆરીથી શિવાય ડેન્ટલ કલીનીક & ઈમ્પ્લાન્ટ સેન્ટરનો પ્રારંભ: 31 જાન્યુ. સુધી ફ્રી નિદાન
મોરબી: શિવ કોમ્પલેક્ષ, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની બાજુમાં પ્રભુકૃપા ટાઉનશિપ સામે મોરબી મહેન્દ્રનગર ખાતે તા.૧૮-૦૧ -૨૦૨૩ ના રોજ બુધવારે સવારે ૮:૩૦ કલાકે શિવાય ડેન્ટલ કલીનીક & ઈમ્પ્લાન્ટ સેન્ટરનો શુભારંભ થવા જઈ રહ્યો છે જેનું શ્રી દામજીભગત (નકલંક મંદિર બગથળા) ના હાથે ઉદ્દઘાટન કરવામાં આવશે. જેમાં ૩૧ જાન્યુઆરી સુધી ફ્રી નિદાન રાખવામાં આવેલ છે.
તેમજ આ શુભારંભમા જાહેર જનતાને પધારવા સ્વ બચુભાઈ રામજીભાઇ ગામી તથા મુકેશભાઈ બચુભાઈ ગામી ( પૂર્વ સદસ્ય જીલ્લા પંચાયત મોરબી) , રાજેશભાઈ બચુભાઈ ગામી, દિપકભાઈ બચુભાઈ ગામી, પ્રકાશભાઇ બચુભાઈ ગામી તથા ગામી પરીવાર દ્વારા આ શિવાય ડેન્ટલ કલીનીક & ઈમ્પ્લાન્ટ સેન્ટરના શુભારંભમા પધારવા હ્રદયપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ શિવાય ડેન્ટલ કલીનીક & ઈમ્પ્લાન્ટમા ડો.પ્રિયા.એમ. ગામી B.D.S(DDIT,NADIAD) ( ડેન્ટલ સર્જન) દ્વારા સારવાર આપવામાં આવશે.
શિવાય ડેન્ટલ કલીનીક & ઈમ્પ્લાન્ટમા ઉપલબ્ધ સુવિધાઓ
– આધુનિક સાધન દ્વારા દાંત, પેઢા અને મોંઢાના તમામ રોગોનું સચોટ નિદાન
– દુખાવા રહિત દાંત, દાઢ તથા ડહાપણ દાઢ કાઢવાની સારવાર સ્ક્રુ દ્વારા ફિકસ દાંત તથા બત્રીસી બેસાડવાની સુવિધા
– ઓછા રેડીયેશન સાથે ડિજીટલ એકસ-રે મશીન
– દાંત બચાવવાની મુળિયાની સારવાર
– વિવિધ પ્રકારના ફિકસ દાંત બેસાડવાની સારવાર
– વિવિધ પ્રકારની બત્રીસી (ચોકઠા) બેસાડવાની સારવાર
– સ્માઇલ ડીઝાઇનીંગ
– વાંકા ચુકા દાંતની સારવાર
– નાના બાળકોની સ્પેશ્યાલીસ્ટ ડોકટર દ્વારા સારાવાર
– ઇજામાં ટુટી ગયેલા અથવા પડી ગયેલા દાંતની સારવાર
– સડો થયેલા દાંતમાં દાંતના કલરનું ફીલીંગ
– દરેક પ્રકારની દાંતની સારવાર
– પીળા દાંતને સફેદ કરવાની સારવાર
– પાયોરીયાની સર્જરી
– અલ્ટ્રાસોનિક સ્કેલર દ્રારા દાંત સાફ કરવાની સારવાર
– ઘસારાને લીધે નાના થઇ ગયેલા દાંતને ફરીથી પહેલા જેવા યોગ્ય બનાવવાની સારવાર