હળવદ પોલીસે વિદેશી દારૂના જથ્થાનો કર્યો નાશ
હળવદ: હળવદ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુન્હાના કામે પકડાયેલ વિદેશી દારૂ કીંમત રૂ.૭,૩૦,૬૭૫/- ના મુદામાલનો હળવદ પોલીસે નાશ કર્યો.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને-૨૦૨૧ થી નવેમ્બર-૨૦૨૨ સુધીના અલગ-અલગ ગુન્હામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ હળવદ તરફથી મળતા આજે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ડોકામઇડા પુલની નજીક રેલ્વે પુલની બાજુમાં આવેલ પડતર ખરાબાની જગ્યાએ હળવદ પોલીસ સ્ટેશનના કુલ ગુન્હા-૫૩નો વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ- ૩૨૬૧ કી.રૂ.૭,૩૦,૬૭૫/-ની કીમતનો વિદેશી દારૂ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ એચ.કે,આચાર્ય તથા નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા તથા નશાબંધી અને આબકારી વિભાગ સબ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌહાણ તથા પી.આઇ. એમ.વી.પટેલનાઓની રૂબરૂ નાશ કરવામાં આવેલ છે.