હળવદના ઢવાણ ગામે આધેડને બે શખ્સોએ ધોકા વડે ફટકાર્યો
હળવદ: હળવદ તાલુકાના ઢવાણ ગામે અમારી વાડીમાં માઈનોર કેનાલમાં રાખેલ પથ્થર કેમ પાડી દીધેલ તેમ કહી આધેડ તથા સાહેદને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. આ બનાવ અંગે આધેડે બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણ ગામે રહેતા ભુપતભાઈ ગાજાભાઈ ઉર્ફે ડાયાભાઇ રાઠોડ (ઉ.વ.૫૩) એ તેમના જ ગામના આરોપી કાલીકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા તથા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા કનકસિંહ ઝાલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૧-૨૦૨૩ ના રોજ દસ સાડા દસ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીને અમારી વાડીમા માઇનોર કેનાલમા રાખેલ પથ્થર કેમ પાડી દીધેલ તેમ કહી બન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી તેમજ બન્ને આરોપીઓએ તેના હાથમા રહેલ લાકડીના ધોકા વડે ફરીયાદી તથા રણજીતને માર મારતા સામાન્ય મુઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓએ સાહેદ મહિપતને આરોપીના ઘર પાસે રોકી તેને ગાળો આપી માર મારતા સામાન્ય મુઢ ઇજા કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર ભુપતભાઇએ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.