Tuesday, July 22, 2025

મોરબીના ચાચપર ગામે ભાઈએજ ભાઈની કરી હત્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ચાચાપર ગામે ભાઈના ત્રાસથી કંટાળી જઈ ભાઈએજ ભાઈની હત્યા કરી હોવાનુ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના થોરાળા ગામની સીમમાં આવેલ વૈભવ પોલીવીવ, કારખાનામાં રહેતા રાજશ ઉમેશપ્રસાદ પાંડે (ઉ.વ.૩૧)એ આરોપી આનંદ અશોક મીશ્રા મુળ રહેવાસી બિહાર હાલ રહે. થોરાળા ગામની સીમમાં આવેલ વૈભવ પોલીવીવ, કારખાનામાં તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૧- ૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાનો ભાઇ મરણ જનાર, રાજન મીશ્રા, પોતાના ઘરના માણસોને હેરાન કરતો હોય અને પોતાની માતા સાથે બે વાર ખરાબ કામ કરવાની કોશીષ કરેલ હોય તેમજ આરોપી સાથે પણ ઝગડો કરતો હોવાથી આરોપી, રાજન મીશ્રાથી કંટાળી ગયેલ હોય જેથી આરોપીએ રાજન મીશ્રાને સફેદ ઘમચાથી (કપડાથી) ગળે ટુંપો આપી પાડી દઇ પ્લાસ્ટીકની થેલીથી મોઢાનો ભાગ ઢાંકી મરણ જનાર, રાજન મીશ્રાને ઉપાડી વોકળાના પાણીમાં કાદવ જેવા ભાગમાં નાખી તેના ઉ૫ર ચડી દબાવી દઇ મારી નાખેલ બાદ આરોપીએ ફરીયાદીને આ વાત કોઇને કરતો નહી, નહીતર તારી હાલત પણ આવી કરીશ અને તને પણ પતાવી દઇશ તેમ મારી નાખવાની ધમકી આપી હોવાની રાજેશ ઉમેશપ્રસાદ પાંડે એ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૨,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર