મોરબીના પંચાસર ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી યુવતીને બે મહિલાઓએ લાકડી વડે ફટકારી
મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામે યુવતીના ભાઈએ પ્રેમ લગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી બપોરના સમયે છાણા વીણવા માટે આરોપી મહીલાના ઘર પાસેથી નીકળતા યુવતીને ગાળો આપી બે મહીલાઓએ લાકડી વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપી મહીલાઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા મનિષાબેન પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.૨૧) એ આરોપી તેમના જ ગામના કાન્તાબેન દીનેશભાઈ મકવાણા તથા કાન્તાબેનની દીકરી દક્ષાબેન વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૨-૨૦૨૩ ના રોજ ફરીયાદીના ભાઇએ આરોપી કાન્તાબેન દીનેશભાઈ મકવાણાની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય તે બાબતનો ખાર રાખી ફરીયાદી બપોરના સમયે છાણા વીણવા માટે આરોપી કાન્તાબેનના ઘર પાસેથી નીકળતા બન્ને આરોપી ભેગા મળી ફરીયાદીને ગાળો આપવા લાગતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી કાન્તાબેન એકદમ ઉશ્કેરાઇ જઇ ઘરમાં પડેલ લાકડાનો ધોકો લઇ ફરીયાદીને જમણા પગે એક ઘા મારી મુંઢ ઇજા કરી ફરીયાદીને ગળાના ભાગે પકડી આરોપીઓએ માર માર્યો હોવાની ભોગ બનનાર મનિષાબેને આરોપી બંને મહિલાઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.