Monday, August 18, 2025

ટંકારાના સપુત અને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની આજે 200મી જન્મ જયંતિ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ આજના દિવસે 1824 માં મોરબી જીલ્લાના ટંકારા ગામે થયો હતો. આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી ઠેર ઠેર જગ્યાએ ઉજવવામાં આવશે. તેમણે સામાજિક અસમાનતાઓને સમાપ્ત કરવા માટે 1875 માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. આર્ય સમાજે સામાજી સુધારા, શિક્ષણ અને સાંસ્કૃતિક જાગૃતકતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ 12 ફેબ્રુઆરી 1824ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

તેમણે ધાર્મીક કુરિવાજોને દુર કરવાનો પ્રણ લીધો હતો. તેઓએ ‘વેદ તરફ પાછા વળો’ એવો નારો આપ્યો કારણકે તેઓ માનતા હતા કે હિંદુ સમાજની અધોગતિનું કારણ ભળતી ભળતી અવૈદિક માન્યતાઓ અને રિવાજો છે. તેમણે બાળલગ્ન,પડદાપ્રથા,જન્મ આધારિત નાતજાતના ભેદભાવ જેવા રિવાજોને વખોડી કાઢ્યા.તેમણે વિધ્વા પુનર્લગ્ન, સ્ત્રી સશક્તિકરણ, નાતજાતના ભેદભાવ વિના સૌને શિક્ષણ એવા મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હતું. આ ઉપરાંત તેમણે જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્રને ખોટાં તથા અવૈજ્ઞાનિક કહ્યાં.તેમણે આ મુદ્દે આખા દેશમાં ફરી પંડિતો સાથે શાસ્ત્રર્થ કર્યા.તેમના અનુયાયીઓ વધતા જતાં હતા અને આર્યસમાજ અસ્તિત્વમાં આવ્યો.પોતાની અટક જાતિની ઓળખ આપે છે અને જાતીપ્રથા પ્રત્યે વિરોધ જાહેર કરવા તેમના અનુયાયીઓ અટક તરીકે ‘આર્ય’ લખાવતા હતા.

ઉલ્લેખનીય છે કે દયાનંદ ભલે ગુજરાતના હતા પણ તેમનો પ્રભાવ ઉત્તર ભારતમાં અને ખાસ કરીને પંજાબમાં વધુ હતો. 1875માં સ્થપાયેલા આર્યસમાજની જડો પ્રથમ વિશ્વયુદ્ધ આવતા આવતા દેશમાં ઘણી ઊંડી જતી રહી હતી.પંજાબમાં ઘણા આર્યસમાજીઓએ સશસ્ત્ર લડતની વકિલાત કરી હતી.

ત્યારે આજે દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી ગુજરાત સહીત ભારત ભરમાં ઉજવવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર