મોરબીના પીપળી રોડ પર હરીગુણ પ્લાઝા નજીકથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના પીપળી રોડ પર હરીગુણ પ્લાઝા નજીકથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ પર હરીગુણ પ્લાઝા નજીક આરોપી મહાવીરસિંહ પકુભા વાઘેલા (ઉ.વ.૨૨) રહે. પીપળી રોડ ગજાનન પાર્ક સોસા., પીપળી તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં રૂ.૨૦૮૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.