પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીસરા જવાના રસ્તે રોડ પર આવેલ ખેતરમાંથી ઈંગ્લીશ દારૂની 55 બોટલ સાથે એક ઝડપાયો
માળીયા (મી); પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીસરા જવાવા રસ્તે રોડ ઉપર આવેલ આઇમાત રાજસ્થાની હોટલ પાછળ ખુલ્લા ખેતરમાંથી ઈંગ્લીશ દારૂની ૫૫ બોટલો સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીસરા જવાવા રસ્તે રોડ ઉપર આવેલ આઇમાત રાજસ્થાની હોટલ પાછળ ખુલ્લા ખેતરમાં આરોપી પ્રતીપાલસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા (ઉ.વ.૩૨) રહે. મોટા દહીસરા તા. માળીયા (મી). વાળાએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૫ કિં રૂ.૨૪,૫૦૦ તથા એક એપલ કંપનીનો આઇફોન 6S+ મોબાઇલ ફોન જેની કિં. રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ.૨૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.