મોરબી: મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જીવન પરિચય વિદ્યાર્થી, યુવાનો, માતપિતા અને સમસ્ત નાગરિકને મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગત તારીખ 12 ફેબ્રુઆરી 2023 ને રવિવારના રોજ વિનય કરાટે એકેડેમી અને ભક્તિ યોગ કેન્દ્ર દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતિ નિમિત્તે “સામૂહિક સૂર્યનમસ્કારની સ્પર્ધા ૨૦૨૩” નું આયોજન રામોજી ફાર્મ, (રવાપર) કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ.
સ્પર્ધા દિને વહેલી સવારે રિપોર્ટિંગ સમય સવારે 6 વાગ્યાથી પણ વહેલા સ્થળ પર બહોળી સંખ્યામાં સ્પર્ધકો હાજર રહેતા તેમની યોગ અને સૂર્યનમસ્કાર વિષયમાં રહેલ રુચિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાઈઓ સાથે વધુ સંખ્યામાં બહેનો અને વડીલો મળીને 400 થી વધુ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને મોટાભાગના સ્પર્ધકો દ્વારા શરું ના 2 કલાક સુધી સામુહીક સૂર્ય નમસ્કાર કરાયા હતા. જ્યારે વિજેતા નક્કી કરવા ફાઇનલ રાઉન્ડના અંતે કુલ 451 સામુહીક સૂર્યનમસ્કાર પૂર્ણ કરાયા.
દરેક વિભાગમાં સૌથી વધુ સૂર્યનમસ્કાર કરનાર 1, 2 અને 3 નંબર મેળવનાર સ્પર્ધકને ટ્રોફી, પ્રમાણપત્ર અને યોગમેટ અને 4 થી 10 નંબર મેળવનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને યોગમેટ પુરસ્કાર રૂપે આમંત્રિત મહેમાનો હસ્તે આપવામાં આવેલ.
સમગ્ર સ્પર્ધાનું સંકલન વાલજીભાઈ પી. ડાભી (વિનય કરાટે એકેડેમી અને ભક્તિ યોગ કેન્દ્ર) દ્વારા થયેલ. તેમજ મોરબી તાલુકા સંકલન કામગીરી ચાંદનીબેન ધોરિયાણી, મયુરભાઈ કારિયા, મનીષાબેન રાચ્છ, દિલીપભાઈ કંઝારીયા દ્વારા, તથા ટંકારા તાલુકા સંકલનની કામગીરી કંચનબેન સારેસા દ્વારા અને વાંકાનેર તાલુકા સંકલનની કામગીરી દિપાલીબેન આચાર્ય દ્વારા ખુબ સારી રીતે કરવામાં આવી.
સ્પર્ધા દરમ્યાન નિર્ણાયક અને કાર્યકર્તા તરીકે જવાબદારી સંભાળનાર યોગ ટ્રેનર્સ, ટીમ યોગમય મોરબી અને માં-જીવદયા ગ્રુપના સભ્યોઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવેલ.
મોરબી શહેરમાં આરોગ્યની સુવિધાઓ વધારવા તથા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી લોકોને ગાંધીચોકમા દવાઓ લેવા માટે લાંબુ ન થવુ પડે તે માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નવી અદ્યતન સરકારી હોસ્પિટલ બનાવવાની માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી તથા ભાવીક ભટ્ટ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લો...
મોરબીના રંગપર - જેતપર રોડ પર વિરાટનગર આગળ તરલ આઇઓસીએલ પેટ્રોલપંપ સામે ડીવાઈડર કટ નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના પાનેલી રોડ પર રફાળેશ્વર...
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યુવકના કાકાની દિકરીના લગ્ન યુવકની ફઈના દિકરા સાથે થયેલ હોય બંને પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા દિકરી રીસામણે હોય જે બાબતેનો ખાર રાખી યુવકના ફી રહીમાબેનના ઘરે જતા આરોપીઓએ યુવકના દાદી સાથે ઝઘડો કરી યુવકને તથા સાથીને છરી, ધારીયા વડે ઇજા કરી હોવાની...