દુર્ઘટના ના સર્જાય તે માટે જર્જરિત સમય ગેટ માર્ગ મકાન વિભાગે ઉતરાવી લીધો!! પણ ભ્રષ્ટાચારરૂપી રોડ રસ્તા તરફ ક્યારે ધ્યાન આપશે ?
મોરબી: ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર વ્યવસ્થિત કામ કરતું થયું હોવાનું દેખાડો જરૂરી લાગતા માર્ગ મકાન વિભાગે શનાળા રોડ પર આવેલ સમય ગેટને ક્રેઈન દ્વારા ઉતરાવી લીધો છે આ ગેઈટ જર્જરિત થયો હોય અને ગંભીર અકસ્માત સર્જવાની શક્યતા હોય માર્ગ મકાન વિભાગે કામગીરી કરી હોવાનું મનાય છે જોકે આ જ માર્ગ મકાન વિભાગની અંતર્ગત આવતા કેટલા રોડ રસ્તાઓ જર્જરીત બન્યા છે અને સમયાંતરે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે તેના પર અધિકારીઓનું ધ્યાન કેમ નથી જતું તેવો યક્ષ પ્રશ્ન પણ ઉભો થયો છે.
ઓરેવા કંપની માંથી છૂટી પડેલી સમય નામની કંપનીએ વર્ષ 2005માં શનાળા રોડ પર પ્રવેશદ્વાર સમાન સમયગેટ સ્થાપિત કર્યો હતો સમય જતા ગેટ જર્જરિત બન્યો હતો અને ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જવાની શક્યતા જણાતા મોરબીનું માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યું હતું અને ક્રેઈન દ્વારા સાવધાની પુર્વક આ ગેઈટ તેને ઉતરાવી લીધો હતો જેથી સંભવિત અકસ્માત થવાની શક્યતાને નિવારી શકાય પરંતુ આ કામગીરી કર્યા પછી માર્ગ મકાન વિભાગ સામે અન્ય કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે આ વિભાગ અંતર્ગત બનેલા કેટલાક રોડ રસ્તાઓ જર્જરિત અવસ્થામાં પડ્યા છે તેના પર ધ્યાન કેમ નથી અપાતું આવા રોડ રસ્તા ઓ માર્ગ અને મકાન વિભાગ રીનોવેટ કે નવા કેમ નથી બનાવતું બનેલા રોડ રસ્તા પર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ ? તેની તપાસ કેમ નથી કરતુ ? કે પછી ભ્રષ્ટાચારી રૂપિયાના અમીછાંટણા ત્યાં પણ થયા છે તેવો યક્ષ પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે.