હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતાં બે ઇસમો ઝડપાયા
હળવદ: હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી રમતા બે ઇસમોને રોકડા રૂ. ૧૫૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૫,૨૭૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ પ્રોહીબીશન -જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કાર્યરત હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં બે ઇસમો વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે આધારે રેઇડ કરતા બે ઇસમો ભરતભાઇ ગોરધનભાઇ પાટડીયા ઉ.વ. ૩૩ રહે. પંચમુખી ઢોરા, ટેલીફોન એક્ષચેન્જ પાસે, હળવદ તથા પ્રદિપભાઇ સંજયભાઇ ભામરે ઉવ-૨૮ રહે. જી.આઇ.ડી.સી.દુધ ડેરી પાસે, હળવદ મુળ ગામ-ખરડા, શિવમંદિર પાછળ, તા. દેવડા જી. નાસીક મહારાષ્ટ્ર વાળા ને રોકડા રૂપિયા ૧૫૦૦૦/- તથા વર્તી સાહિત્ય, મોબાઇલફોન નંગ-૦૨ મળી કુલ રૂ. ૨૫,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડયા હતા. જ્યારે અન્ય એક શખ્સ અનિલભાઇ જેરામભાઇ દેકાવાડીયા રહે. ટેલીફોન એક્ષચેન્જ પાછળ, હળવદ વાળો સ્થળ પરથી નાશી છુટતા કુલ ત્રણ ઇસમો વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.