Friday, August 15, 2025

હળવદના મિયાણી ગામના યુવાનને ધોકા વડે બે શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદના મિયાણી ગામે રહેતા યુવકને હળવદના ટીકર વાડી વિસ્તારમાં બે શખ્સોએ ધોકા અને ઢીકાપાટુ વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મીયાણી ગામે રહેતા હરખાભાઈ હરજીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૯) એ તેમના જ ગામના અક્ષયભાઈ ચતુરભાઈ સાતોલા તથા રવિભાઈ રઘુભાઈ મકવાણા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૨-૨૦૨૩ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સમયે આરોપી અક્ષયે લાકડાના ધોકાથી મુંઢ માર તથા માથામાં લાકડા ધોકા મારી ઇજા કરી તથા આરોપી રવિએ ઢિકાપાટુનો માર મારી મુઢ ઇજા કરી ફરીયાદીને બંને આરોપીએ ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓને ઝડપી પાડી હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર