મોરબીના ફડસર ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ફડસર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ ૪૧,૯૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયાં છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ફડસર ગામે રહેતા કિશોરચંદ્ર નિમાવતના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોય જે બાતમીને આધારે એલસીબી પોલીસની ટીમે રેડ કરી હતી. રેઇડ દરમ્યાન જુગાર રમતા કિશોરચંદ્ર હેમતલાલ નિમાવત, કાદરમિયા એમદમિયા બુખારી, રતિલાલ ભોજાભાઈ ગજીયા, ઓસમાણ હુશેન નોડે, નારણ મોહન કુંભારવાડિયા અને અવચર નથુભાઈ ધૂમલીયા એમ છ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ ૪૧,૯૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારા કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.