મોરબી: નકલંક સ્પોર્ટ ક્લબ બગથળા દ્વારા દ્વારા રાત્રી પ્રકાશ વોલીબોલ સુટીંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેના મેઇન સ્પોન્સર તરીકે (વિહાન હેલ્થ કેર – બગથળા) હતા.
આ ટુર્નામેન્ટમાં વિવિધ ગામની કુલ -૧૬ જેટલી ટીમોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના અંતે બગથળા -A ટીમ ચેમ્પિયન અને ઉમા ટીમ લાતી પ્લોટ રનર્સઅપ બની હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા પલાસભાઈ મેવા સતીશભાઈ મેરજા સહિતનાએ ભારે જેહમત ઉઠાવી હતી.
આ ટુર્નામેન્ટમાં અલ્પેશભાઇ ભગીભાઈએ રેફરી તરીકે સેવાઆપી હતી. નકલંક મંદિર બગથળાના દામજી ભગતે ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્લેર તરીકે શક્તિભાઈની પસંદગી કરી હતી. વિજેતા ટીમ તથા રનર્સઅપ ટીમને ઇનામ અને મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા.
