મોરબી તાલુકા પોલીસે છેલ્લા ચાર વર્ષથી ગુમ થયેલ વ્યક્તિનું પરિવાર સાથે કરાવ્યું મિલન
મોરબી: છેલ્લાચાર વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકા ખાતેથી શોધી લાવી મોરબી તાલુકા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું.
સને-૨૦૧૯ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ નં.૦૪/૨૦૧૯ તથા જાણવા જોગ નં.૨૧/૨૦૧૯ ના જાહેર કરનાર રમાબેન વા/ઓ બટુકભાઇ રણછોડભાઇ કલોલા રહે. ધર્મલાભ સોસાયટી મોરબી વાળાએ પોતાના પતિ બટુકભાઇ રણછોડભાઇ કલોલા તા.૧૫/૦૨/૨૦૧૯ ના પોતાના ઘરેથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયેલ ત્યારબાદ તા.૨૪/૦૨/ ૨૦૧૯ ના રોજ ટ્રીપ કરી પરત આવી ઘરે નહી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ રજીસ્ટર કરી આ બનાવની આગળની તપાસ મકનસર ચોકીના પોલીસ હેડ કોન્સ્ટેબલને સોંપી હતી.
જ્યાર બાદ ટેકનીકલ સોર્સ આધારે ગુમ થનાર બટુકભાઇ રણછોડભાઇ કલોલાના મોબાઇલ નંબર મેળવી અને તપાસ કરતા ગુમ થનાર અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકા ખાતે હોવાનુ જાણવા મળતા તાત્કાલીક પોલીસ ઇન્સ્પેકટર નાઓએ તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલને બાવળા ખાતે તપાસમાં જવા રવાના કરતા ગુમ થનાર અમદાવાદ જીલ્લાના બાવળા ખાતે આવેલ ઓનેસ્ટ હોટલ ખાતેથી મળી આવતા તેઓને મોરબી ખાતે આવવા સમજાવી પોતાના ઘરે આવવા માટે રાજી કરી ગુમ થનાર બટુકભાઇ ઉર્ફે નટવરલાલ રણછોડભાઇ કલોલા પટેલ ઉ.વ.૬પ ધંધો ડ્રાઇવિંગ હાલ રહે.મોરબી ધર્મલાભ સોસાયટી તા.જી.મોરબી મુળગામ ઉમીયાનગર તા.ટંકારા જી મોરબીવાળાને મોરબી ખાતે લાવવામાં આવેલ.
ત્યાર બાદ કામના ગુમ થનાર બટુકભાઇને મોરબીથી પોતાના પરીવારને જાણ કર્યા વગર જતા રહેવા બાબતે પુછપરછ કરતા જણાવેલ કે આજથી દસેક વર્ષ અગાઉ પોતાનો જુવાનજોધ દીકરો અમિત ગળેફાંસો ખાઇને ગુજરી ગયેલ હોય જેથી મોરબીમાં પોતાનુ મન લાગતુ ન હોય અને પોતાના દીકરાના વિચારો આવતા હોય જેના કારણે કોઇને કહ્યા વગર ચાલ્યા ગયેલ હોવાનું જણાવેલ. આમ છેલ્લા ચારેક વર્ષથી ગુમ થનાર બટુકભાઇને મોરબી તાલુકા પોલીસએ અમદાવાદ જીલ્લાના બાવળા ખાતે આવેલ ઓનેસ્ટ હોટલ ખાતેથી પરત મોરબી લાવી પરીવાર સાથે મિલન કરાવેલ છે.