મોરબી – મોરબી – વાંકાનેર હાઈવે ઉપર આવેલ સિરામિક પ્લાઝા-૧,૨ માં થોડા દિવસ પહેલા જ ૫૦થી વધું દુકાનોના તાળા તોડી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત મોરબી- વાંકાનેર હાઈવે પર આવેલ શક્તિ ચેમ્બર-૧,૨માં ગત મોડીરાત્રે ૨૦થી વધુ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી થઇ છે. ત્યારે પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.
મોરબીમાં અનેક વિસ્તારોમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે મોરબીમાં જાણે તસ્કરોને પોલીસનો ભય ન રહ્યો હોય તેમ દિવસે દિવસે ઘરફોડ ચોરીની ઘટના બની રહી છે ત્યારે થોડા દિવસ પહેલા જ મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ સિરામિક પ્લાઝા -૧,૨ માં ૫૦ થી વધુ દુકાનોના તાળા તોડી તસ્કરો ચોરી કરી હતી તે હજી ચોર ઇસમોને પોલીસ પકડવામાં નિષ્ફળ નિવડી છે ત્યારે ફરી એક વખત ગત મોડીરાત્રે મોરબી – વાંકાનેર હાઈવે પર આવેલ શક્તિ ચેમ્બર-૧,૨માં ૨૦ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે ત્યારે લોકો હવે પોલીસના નાઇટ પેટ્રોલીંગ પર સવાલો ઉઠવી રહ્યા છે. અને સવાલો ઉઠાવી રહ્યા છે કે શું પોલીસ દ્વારા આ તસ્કરોને ઝડપી શકાશે કે નહીં?
