મોરબી: મોરબીમાં નવલખી રોડ ઉપર મનો દિવ્યાંગ બાળકોના વોકેશનલ સેન્ટરમાં રવિવારે હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો. જેમા મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા માનનીય સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયાએ દિવ્યાંગ બાળકોને કુમકુમ તિલક કરી સાંસ્કૃતિક તહેવારને શિસ્તમય રીતે શ્રદ્ધા મના રંગો દ્રારા ઉજવ્યો, દિવ્યાંગ બાળકોને પોતાના હાથો રંગબેરંગી ક્લરો વાળા કરાવી મન તરંગોને ઉમંગમય બનાવી કલર થેરાપી કરાવી હતી.
સાથેજ મિહિરભાઈ રાયકાનો જન્મ દિવસ હોય તે ખુશીનિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે હનુમાનજીના મંદિરે દીપ પ્રગટાવી શ્રદ્ધા પૂર્વક હનુમાન ચાલીસાના પાઠ કરી દિવ્યાંગ બાળકો સાથે સાત્વિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ધર્મ અને સંસ્કૃતિને સાથે રાખી દિવ્યાંગો સાથે સાદી બેઠકમાં ભોજન લેવું તે મિહિરભાઈ રાયકાનો ઉમદા વિચાર સંસ્કારોનું દર્શન કરાવે છે, સાથે સંત રોહિદાસ શાખાના સ્વયં સેવક ઉપસ્થિત રહેલ, પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી પછાવળી ખોટા ખર્ચ બંધકરી જરૂરતમંદને ખવડાવીને ખાવું તે આપણા દેશની સભ્ય સંસ્કૃતિ છે, તે ઉદાહરણ સ્વરૂપ કાર્યક્રમ સફળ બનાવેલ.
