Sunday, May 24, 2026

ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સંદર્ભે મોરબી અધિક કલેક્ટરનું જાહેરનામુ

પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રતિબંધ

મોરબી: આગામી તા.૧૪/૦૩/૨૦૨૨ થી ૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબી અધિક જિલ્લા કલેક્ટર એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં જે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તે પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં. કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઇલ લઇ જવો નહીં. તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇરીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ- ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img