મોરબી: મોરબીના વાવડી રોડ ગણેશનગરમાં યુવકનુ એસીડ પી જતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ગણેશનગર શેરી નં -૪મા રહેતા સુરેશભાઈ લાભુભાઈ ઝીઝુવાડીયા (ઉ.વ.૪૫) થોડા સમયથી માનસિક ટેન્શનમાં રહેતો હોય જેથી તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ પોતાના ઘર પાસે પોતે પોતાની જાતેથી એસીડ પી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડતા ચાલું સારવાર દરમ્યાન યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
