Wednesday, May 14, 2025

મોરબી જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન બહેનોની સ્પર્ધામાં હરબટીયાળીની ટીમ રસા ખેચમાં પ્રથમ નંબરે વિજેતા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આઝાદી કા અમૃત મહોત્સવ જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત પ્રશિક્ષણ વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન બહેનોની સ્પર્ધા નું આયોજન હરબટીયાળી હાઈસ્કૂલ હરબટીયાળી ના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં આજુબાજુના ગામમાંથી બહોળી સંખ્યામાં 60 થી બહેનોએ ભાગ લીધેલ આ કાર્યક્રમમાં રસાખેચ 100 મીટર 200 મીટર 400 મીટર 800 મીટર 1500 મીટર દોડ ગોળા ફેંક ચક્ર ફેક બરછી ફેક જલદચાલ જેવી રમતોનું આયોજન કરવામાં આવેલ દરેક ખેલાડી બહેનોએ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા પ્રયત્ન કરેલ દરેક બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમા રસા ખેચ સ્પર્ધામાં હરબટીયાળીની ટીમ વિજેતા બની હતી પંચના નિર્ણયને આખરી નિર્ણય ગણી ઉત્સાહભેર તંદુરસ્ત હરીફાઈ પૂર્ણ કરેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ ચૌધરી એટલેટીક સ્કોચ હરેશભાઈ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ મોરબી જિલ્લા ના સંયોજક નાથાલાલ ઢેઢી તેમજ હરબટીયાળી હાઇસ્કુલ ના આચાર્ય રોહિતભાઈ મુછારા એ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવેલ. જેમાં ઢેઢી તરુણાબેન નાથાલાલ, સંઘાણી મિતલ ફાલ્ગુનભાઈ, સંઘાણી રશ્મિતા ભાસ્કરભાઈ, સાંચલા ગીતાબેન યે સઘન પ્રયત્નો હાથ ધર્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર