Wednesday, May 14, 2025

ટંકારાના હળમતીયા ગામે ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની 68 બોટલો સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના હળમતીયા ગામની સીમમાં ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૮ કિ.રૂ.૨૮,૫૪૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૮,૫૪૫/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી. પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, વિશાલભાઇ ભરતભાઇ પટેલ તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા રહે. બન્ને હળમતીયા (પાલનપીર) તા.ટંકારા જી.મોરબી વાળાઓ બન્નેએ ભેગામળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વિશાલ ભરતભાઇ પટેલે હળમતીયા ગામથી કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ પોતાના કબજા ભોગવટા વાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઇરાદે મંગાવી હાલમાં દારૂનો જથ્થો સંતાડે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ -૬૮ કિં રૂ.૨૮,૫૪૫ તથા મોબાઇલ ફોન નંગ -૨ કિં રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૩૮,૫૪૫ ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઇ ભરતભાઇ ડાકા ઉ.વ. ૨૭, તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા ઉ.વ.૨૭ રહે. હળમતીયા (પા.) તા.ટંકારા જી.મોરબીવાળા બંને ઈસમોને ઝડપી પાડી ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર